માનવતાને શર્મસાર કરતી એક ઘટના ભરૂચ જિલ્લામાં બની છે. ઝઘડિયા જીઆઈડીસીમાં એક નરાધમે 10 વર્ષની શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોરે બાળકીને માર મારતા ગંભીર ઈજા પહોંચી છે. બાળકી ઝાડી વિસ્તારમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી આવી છે.
બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જો કે, બાળકીની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, ઝઘડિયા GIDCમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે. હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
બાળકીની હાલત વધુ ગંભીર
આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપૂર્ણા માતાજીના મંદિરે મહોત્સવ
December 19, 2024 11:31 AMએક મહિનામાં ટેકાના ભાવે મગફળીના ફૂલ ઉત્પાદનની માત્ર સાડા ત્રણ ટકા ખરીદી થઈ
December 19, 2024 11:29 AMપોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ખાડામાં બાઈક ખાબક્યું
December 19, 2024 11:29 AMસીએની ફાઈનલનું પરિણામ ૨૬મીએ જાહેર થવાની સંભાવના
December 19, 2024 11:27 AMધ્રોલની આર્યવ્રત સ્કૂલ ખાતે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો
December 19, 2024 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech