વીંછિયાના મોટી લાખાવાડ ગામની સીમમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

  • February 22, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા તાલુકાના મોટી લાખાવાડ ગામની સીમમાં ખરાબાની જગ્યાએ જુગારની મહેફિલ માંડી બેઠેલા શખસો પર પોલીસે દરોડો પાડયો હતો.પોલીસે અહીં જુુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટ્ટમાંથી રોકડ રૂ.૧૦,૧૦૦ અને મોબાઇલ તથા બાઇક સહિત કુલ રૂ.૨૫,૧૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે અહીંના મોટી લાખાવાડ ગામની સીમમાં સુખનાથ મહાદેવના ઢોરા પાસે ખરાબાની જગ્યામાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.
​​​​​​​
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ભરત મેરાભાઇ વાલાણી,નિલેષ દેવજીભાઇ વાલાણી,હરેશ કાળુભાઇ વાલાણી,શૈલેષ લાખાભાઇ વાલાણી,ભુરા સાદુળભાઇ સાંબડ,કલા કાનાભાઇ જાદવ,વિનુ પીઠાભાઇ પરમાર,જયરાજ મેરાભાઇ રાઠોડ અને પ્રવિણ સોમાભાઇ વાલાણીનો સમાવેશ થાય છે.
પોલીસે દરોડા દરમિયાન પટ્ટમાંથી રોકડ રૂ.૧૦,૧૦૦ અને વાહન તથા મોબાઇલ સહિત કુલ રૂ.૨૫,૧૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application