ગુજરાતના શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી, રેલવેએ અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભ જતી 10 ટ્રેન રદ કરી, જાણો આખું લિસ્ટ

  • February 22, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રેનમાં પ્રયાગરાજ જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે,જેમા અમદાવાદથી પ્રયાગરાજ તરફ જતી 10 ટ્રેન રદ કરવામાં આવી છે. મહાકુંભમાં વધતી ભીડને જોતા નિર્ણય લેવાયો છે અને સુરક્ષાના ભાગરૂપે રેલવે વિભાગે નિર્ણય કર્યો છે. 22 થી 28 ફ્રેબ્રુઆરી વચ્ચેની 10 ટ્રેન રદ કરવામાં આવી છે. આથી કંન્ફર્મ ટિકિટ ખરીદનારાની મુશ્કેલી વધી છે. કેમ કે, પ્રયાગરાજ સહિત આસપાસના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ લાગી છે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.​​​​​​​

આ ટ્રેનો રદ રહેશે

  • 22 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
  • 24 થી 28 ફેબ્રુઆરી 2025 સુધી બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
  • 25 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.
  • 26 ફેબ્રુઆરી 2025ના રોજ ગોરખપુરથી ચાલતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
  • 26 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ રહેશે.
  • 28 ફેબ્રુઆરી 2025 ના રોજ પટનાથી ચાલતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
  • 25 ફેબ્રુઆરી 2025 ના રોજ એકતા નગરથી ચાલતી ટ્રેન નંબર 20903 એકતા નગર-વારાણસી એક્સપ્રેસ રદ રહેશે.
  • 27 ફેબ્રુઆરી 2025 ના રોજ વારાણસી થી ચાલતી ટ્રેન નંબર 20904 વારાણસી-એકતા નગર એક્સપ્રેસ રદ રહેશે.
  • 25 ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગરથી ચાલતી ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ રદ રહેશે.
  • 27 ફેબ્રુઆરી 2025 ના રોજ આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર એક્સપ્રેસ રદ રહેશે.


અમદાવાદથી 24 ટ્રેનોની ટ્રીપ થઈ
કુંભ સ્પેશિયલ ટ્રેનોની 24 ટ્રીપ અમદાવાદ ડિવિઝનથી, 26 ટ્રીપ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનથી, જ્યારે 8 ટ્રીપ ભાવનગર ડિવિઝનથી, 4 ટ્રીપ રાજકોટ ડિવિઝનથી, 2 ટ્રીપ વડોદરા ડિવિઝનથી અને 6 ટ્રીપ રતલામ ડિવિઝનથી ચલાવવામાં આવી રહી છે.ભારતીય રેલ્વે મહા કુંભ મેળા 2025 માં આવનારા યાત્રાળુઓને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહી છે. રેલ્વે વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં સલામત અને આરામદાયક મુસાફરી મળે તે સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application