મોડપરમાં કેબિન સળગાવી નાખી ૧૦ હજારનું નુકશાન

  • May 28, 2021 10:59 AM 

અજાણ્યા શખ્સોનું કારસ્તાન, પોલીસ દ્વારા કરાતી તપાસ

લાલપુરના મોડપર ટાંકા પાસે જસાપર તરફ જતા રોડ પર આવેલી કેબીન કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી નાખીને દસ હજારનું નુકશાન પહોંચાડયું છે આ અંગે મેઘપરમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના મોડપર ગામના પાણીના ટાંકા પાસે જસાપર રોડ ખાતે રહેતા કેવલ લાખાભાઈ ખવા ઉ.વ. 19 લાંબા યુવાને મેપ પર પોલીસમાં ગઈકાલે અજાણ્યા ઇસમ સામે એવી ફરિયાદ કરી હતી કે. ગત તારીખ 26 ના સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણોસર ફરિયાદીની લોખંડના પતરાની કેબીનમાં રોડની બાજુની સાઈડ તોડીને કોઈ પણ જ્વલનસીલ પ્રદાર્થ નાખી સળગાવી નાખી હતી જેના કારણે અંદર પડેલી ચીજ વસ્તુઓ સળગી જતાં અંદાજે રૂપિયા 10,000 નુકસાન પહોંચાડ્યું હતું.

ક્યા કારણોસર અને કોણે આ કેબીન સળગાવી એ દિશામાં મેઘપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)