ગુજરાત સરકાર દ્રારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં ૧૦ ટકાનો વધારો ઝીંકાયો છે,આજથી નવા ભાડાની અમલવારી આજ થી શ થઈ ગઈ છે,૪૮ કિમીની મુસાફરીમાં .૧ થી ૪ સુધીનો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ સરકારે એસટી બસના ભાડામાં વધારો કરતા સરકારની આવકમાં પણ વધારો થશે.નિયમ મુજબ ૬૮ ટકાનો વધારો સૂચવાયો હતો. આજથી અમલ થયેલા ભાડા વધારાના પરિણામે સામાન્ય મુસાફરોને સીધી અસર થશે.
એસટી નિગમના નિયામક મંડળની બેઠકમાં બસ સંચાલન તથા અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને સરેરાશ ૬૮% વધારાની દરખાસ્ત મુકવામાં આવી હતી પરંતુ નિયામક મંડળે સર્વાનુંમતે ૧૦ ટકા ભાડા વધારાને મંજૂરી આપી હતી.
સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્રારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એકસપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્રારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્રારા શ કરાયેલી આ યોજના અંતર્ગત ૧૪૫૦માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એકસપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ ૮૫૦ પિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો પિયા ૪૫૦ સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે .જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજનાને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech