ધોરાજીના મોટી વાવડીમાં જાહેરમાં જુગાર રમતા ૧૦ શખસો ઝડપાયા

  • September 07, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે મોટી વાવડી ગામે જાહેરમાં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા. યારે જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામે ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીં મોટીવાવડી ગામે સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપી લઇ પટ્ટમાંથી રોકડ .૩૯,૦૨૦ કબજે કર્યા હતા.જેમાં પ્રકાશ મારડીયા, મનસુખ ચીકાણી, દિનેશ વાગડિયા, મનસુખ કોરડીયા,કમલેશ દઢાણીયા, રામ વાંદા, અમિત દઢાણીયા, નિખિલ મણવર, આશિષ જમોડ અને ધવલ જોશીનો સમાવેશ થાય છે. જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામમાં કેનાલના કાંઠે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં મહેશરબુટાણી, સુરેશ પીઠવા, ભીખુ જેઠવા અને દિપક પીઠવાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૨,૫૨૦ કબજે કર્યા હતા.
આ ઉપરાંત ગોંડલ સીટી પોલીસે અહીં તાલુકાશાળા પટ્ટામાં વરલી મટકાનો જુગારની રહેલા આમદ બોદુભાઈ ખીરાણી અને ઇરફાન રજાકભાઈ આમદાણીને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૧૨,૪૭૦ કબજે કર્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application