દેશમાં એચએમપીવી વાયરસના કેસ સતત નોંધાઈ રહ્યા છે. આસામમાં પણ એક કેસ નોંધાયો છે. આસામના લખીમપુરમાં એક 10 મહિનાનું બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત છે. બાળક હાલમાં ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે, બાળકની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
આસામમાં આ કેસ સાથે દેશમાં એચએમપીવી વાયરસના કેસની કુલ સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ 4 કેસ છે. શુક્રવારે રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ મળી આવ્યો હતો. અગાઉ ગુરુવારે 3 કેસ નોંધાયા હતા.
ચીનમાં એચએમપીવી વાયરસને કારણે આ રોગના કેસ વધી રહ્યા છે. તાજેતરના કેસોમાં વધારાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, સિક્કિમ સરકારે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. સિક્કિમ ચીન સાથે લગભગ 200 કિમી લાંબી સરહદ ધરાવે છે. કારણ કે તે ઉત્તર અને ઉત્તરપૂર્વમાં તિબેટ સ્વાયત્ત પ્રદેશથી ઘેરાયેલું છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય સચિવે તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે બેઠક યોજી હતી. જેથી વર્તમાન ખતરાની આકારણી કરી શકાય અને રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરી શકાય. અધિકારીએ જણાવ્યું હતું કે, બેઠકમાં વાયરસના વિવિધ પાસાઓ અને તેના ચેપની પદ્ધતિ તેમજ તેનાથી ચેપ લાગે ત્યારે થતા લક્ષણોની ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNEET UG Exam 2025: NEET UG પરીક્ષા પેટર્ન નક્કી, પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવાશે, NTA એ શેર કરી માહિતી
January 16, 2025 09:51 PMજામનગરમા સૌપ્રથમ વખત યોજાયેલ કરહા પુજામાં ઉકળતા દુધથી સ્નાન અને અગ્નિકુડમાં વિશેષ પૂજા
January 16, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech