રાજદના ચૂંટણી ઢંઢેરામાં ૧૦ લાખ નોકરીઓ, બિહારીઓ માટે ૮૫ ટકા અનામત

  • October 28, 2020 02:04 AM 1322 views

રાષ્ટ્રીય જનતા દળે પહેલા તબક્કાનાં મતદાન પૂર્વેના ચોથા દિવસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને એ જાહેર કરતા તેજસ્વી યાદવે કહયું હતું કે આ અમારું પ્રણ છે. રાજદે તેના મેનિફેસ્ટોમાં બિહાર બેરોજગાર યુવાઓ માટે ૧૦ લાખ નોકરી આપવાનું વચન આપ્યું છે અને કહયું હતું કે જે તેજવ્સી સરકાર બન્યા બાદ જે કેબિનેટની પહેલી બેઠક હશે તેમાં યુવાઓને ૧૦ લાખ નોકરી આપવાના વચનને પૂરું કરવામાં આવશે.

 

આ સાથે ચૂંટણી ઢંઢેરામાં રાજદે બિહારમાં ડોમિસાઈલ નીતિ લાગુ કરવાનું વચન આપ્યું છે. જેના અંતર્ગત રાજય સરકારની નોકરીમાં બિહારના યુવાનોને ૮૫ ટકા અનામત આપવામાં આવશે. રાજદ નેતા મનોજ ઝાએ રાજ્યની ૮૫ ટકા નોકરીઓને બિહારના બેરોજગારો માટે અનામત કરવાના સવાલ પર કહયું હતું કે તેઓ બીજા રાજ્યોમાં અનામતનો વિરોધ કરે છે પરંતુ બિહાર માટે આ પોલિસી બરાબર છે કારણકે બિહાર સંશાધન વિહીન રાજ્ય છે.

 

ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીમાં આ વખતે બેરોજગારીનો મુદ્દો ખૂબ મોટો બનીને સામે આવ્યો છે. રાજ્ય સરકાર યુવાનોને આકર્ષવા માટે રાજ્ય સરકારની નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફોર્મ ફી શૂન્ય કરવામાં આવ્યા છે. આથી હવે દરેક પરીક્ષા માટે ઉમેદવારે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ફી ચૂકવવી પડશે નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application