ઓટો બ્રોકર સાથે 10 લાખની ઠગાઈ: બેલડીએ કાર ખરીદી નાણા ન આપ્યા

  • January 27, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોઠારિયા રોડ જૂના સ્વાતિપાર્કમાં રહેતા અને વાહન લે-વેચનું કામ ધરાવતા ઓટો બ્રોકર પિયુષ દાદુભાઈ છૈયા સાથે અન્ય પરિચિત ઓટો બ્રોકર વિજય રીબડિયા તથા કાર ખરીદનાર સુરેન્દ્રનગરના થાનના જામવાડી ગામના ભલા અલગોતર નામના શખસે 10 લાખ પિયાની ઠગાઈ આચયર્નિા આરોપસર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદની વિગતો મુજબ પિયુષ છૈયા 150 ફુૂટ રિંગરોડ પર દ્વારકેશ ઓટો નામે જૂના વાહનો લે-વેચનું કામ ધરાવે છે. જયારે અન્ય એક આરોપી વિજય રીબડિયા મહાદેવ ઓટો નામે નજીકમાં જ વાહન લે-વેચનો ધંધો કરે છે. બન્ને વચ્ચે ધંધાકીય મિત્રતા હતી. એક વર્ષ પૂર્વે ગત તા.21-1-23ના રોજ વિજયે પિયુષને ફોન કર્યો કે તમારી પાસે મહિન્દ્રા કંપનીની જીજે17સીએ 8618 નંબરની થાર કાર છે તે લઈને મારી ઓફિસે આવો મારા મિત્ર જામવાડીના ભલા અલગોતર ખરીદવા માગે છે. જેથી પિયુષ કાર લઈને વિજયની ઓફિસે ગયો હતો. ત્યાં ભલા ઉપરાંત અન્ય બીજા ત્રણ કસ્ટમર હતા. કાર બતાવ્યા બાદ કિંમત 15.50 લાખ મુકી હતી. જે કસ્ટમરને વધુ લાગી હતી. જેથી કાર લઈને પરત ઓફિસે આવી ગયો હતો. થોડીવાર બાદ વિજચય અને ભલો બન્ને ઓફિસ આવ્યા હતા. જયાં હાના બાદ 14.51 લાખમાં કારનો સોદો કર્યો હતો. જે તે સમયે ભલાએ 50 હજાર પિયા ટોકન પેટે આપ્યા હતા. વિજય તથા ભલાએ બીજા પિયા આઠ દશ દિવસમાં આપી દેશે તેવી ખાતરી આપી હતી અને વિશ્ર્વાસ આપી કાર લઈ ગયા હતા. એકાદ માસ સુધી પેમેન્ટ ન આવ્યવું. વિજય પાસે ઉઘરાણી કરતા તેણે પેમેન્ટ આપ્યું નથી. આવે એટલે જમા કરાવી ધુ કહી વાયદા કરતો રહેતો હતો. થોડા દિવસ બાદ ભલો ઓફિસે આવ્યો હતો અને ચાર લાખ પિયા આપ્યા હતા. બાકી દશ લાખ પિયા વિજયને રોકડા આપી દીધેલ છેની વાત કરી હતી. ફરિયાદી પિયુષે ભલાને કહ્યું કે પોતાને 10 લાખ પિયામાંથી એક પિયો વિજયે આપ્યો નથક્ષ. વિજયનો કોઈ સંપર્ક પણ નથી થતો તમે પેમેન્ટ પુ કરાવો કહ્યું હતું. નાણા ન આપ્યા અને વિજય તથા ભલાએ કાર પણ પરત કરી ન હતી. આમ એકાદ વર્ષ સુધી પેમેન્ટ નહીં આપી વિશ્ર્વાસઘાત આચરતા ગઈકાલે ફરિયાદ નોંધાવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News