ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના વર્ગ એકના મદદનીશ કમિશનર કક્ષાના 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને વર્ગ-૨ ના સિનિયર ઔષધ નિરીક્ષકો પૈકી 10 ને પ્રમોશન આપવામાં આવ્યા છે઼ મદદનીશ કમિશનર વર્ગ એકમાં પ્રમોશન મેળવનાર આ 10 અધિકારીઓમાં રાજકોટના એમ. જી. ગાંગાણી અને જુનાગઢના એસ.એસ વ્યાસનો સમાવેશ થાય છે.
જુનાગઢ અને રાજકોટના આ બંને અધિકારીઓને પ્રમોશન પછી અનુક્રમે પોરબંદર અને રાજકોટમાં મૂકવામાં આવ્યા છે.
મદદનીશ કમિશનર કક્ષાના વર્ગ એકના 11 અધિકારીઓની બદલી થઈ છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી કોઈ નથી. પરંતુ જે નિમણૂક કરવામાં આવી છે તેમાં જૂનાગઢ અને ભાવનગરમાં બે મદદનીશ કમિશનરો મળ્યા છે. અમદાવાદ ખાતે ફરજ બજાવતા એ. એ. રાદડિયાને જૂનાગઢમાં અને વાય. જી. દરજીને ભાવનગરમાં નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
આવી જ રીતે પ્રમોશનમાં સૌરાષ્ટ્રના બે અધિકારીઓનો સમાવેશ થાય છે. પરંતુ પ્રમોશન મેળવીને પાંચ અધિકારીઓને સૌરાષ્ટ્રમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યના એચ. કે.પટેલને રાજકોટ ખાતે નિમણૂક આપવામાં આવી છે. ગાંગાણીને જામનગર અને વ્યાસને પોરબંદર મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા વી.પી. વાટલીયાને સુરેન્દ્રનગરમાં અને અમદાવાદ ખાતે વિભાગ-2 માં ફરજ બજાવતા એસ.કે મકવાણાને ભુજમાં નિમણૂક આપવામાં આવી છે.
જે દસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમને અત્યારે મળતા પગાર ધોરણ લેવલ આઠના બદલે હવે લેવલ-10નું પગાર ધોરણ મળશે અને તેના કારણે પગારમાં પણ મોટો વધારો થશે.
ગાંધીનગર ખાતે ફરજ બજાવતા સિનિયર ઓફિસર વાટલીયાને પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ તેમની સામે હાઇકોર્ટમાં ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. અદાલત ચુકાદો આવશે તેને આધીન ભવિષ્યમાં નિર્ણય લેવાશે તે શરતે આ પ્રમોશન આપવામાં આવ્યું છે.