રશિયન આર્મીમાં સપોર્ટ કર્મચારી તરીકે કામ કરતા 10 ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને તેઓ ભારત પરત ફયર્િ છે. વિદેશ મંત્રાલયએ આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત રશિયા પર દબાણ કરી રહ્યું છે કે તે રશિયન સૈન્યમાં સમાન હોદ્દા પર ફરજ બજાવતા અન્ય તમામ નાગરિકો પરત આવે તે સુનિશ્ચિત કરે.જયસ્વાલે કહ્યું, ’10 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ઘરે પરત ફયર્િ છે.’ રશિયન આર્મીમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા બે ભારતીયોએ જીવ ગુમાવ્યા પછી, ભારતે ગયા મહિને તેના નાગરિકોને આવી નોકરીઓ કરીને પોતાનો જીવ જોખમમાં ન લેવા હાકલ કરી હતી.જયસ્વાલે કહ્યું કે ભારતીય પક્ષ વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને રશિયામાં અન્ય ઘણી સંસ્થાઓ સહિત વિવિધ સ્તરે રશિયન સૈન્યમાં સેવા આપતા તમામ ભારતીયોના કેસને ખૂબ જ સક્રિયપણે આગળ ધપાવે છે. તેમણે કહ્યું, ’અમે તે તમામ લોકોને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેઓ અત્યાર સુધી અમારા સંપર્કમાં આવ્યા છે અને ઘરે પાછા ફરવા માગે છે.’ અહેવાલ છે કે ગયા વર્ષથી લગભગ 200 ભારતીય નાગરિકોની રશિયન સેનામાં કામ કરવા માટે ભરતી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech