સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર : આજ સવારથી છુટોછવાયો 1 થી 3 ઈંચ વરસાદ

  • August 13, 2020 01:25 PM 544 views

સૌરાષ્ટ્રભરમાં સવારથી મેધરાજા મહેરબાન થયા છે. ગઈ કાલે જન્માષ્ટમીના દિવસે પણ મેઘરાજા ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થઈ ગયા હતા જ્યારે અને આજે બીજા દિવસે પણ સવારથી વિવિધ વિસ્તારોમાં પવન સાથે ધીમી ધારથી લઈને ધોધમાર વરસી રહ્યાં છે.

 

સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર પંથકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કોટડાસાંગાણી, જામકંડોરણા, ગોંડલમાં પંથકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. સ્વામીનાગઢડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. દોઢ ઈંચ જેટલો વરસાદ મોરબી, વાંકાનેર, ટંકારા પંથકમાં નોંધાયો છે અને ઉપલેટા, જસદણ, લોધીકા, લાઠી, બાબરા પંથકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

 

રાજકોટ શહેરમાં સવારથી ધીધી ધારે વરસાદી વાતારણનો રંગ જામ્યો છે અને 4 મી.મી. વરસાદ નોંધાયો છે. રંગીલા રાજકોટ વાસીઓ આવા ધીમીધારના વરસાદને મનભરીને માણતા જોવા મળ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application