સૌરાષ્ટ્ર્ર સહિત રાયમાં છેલ્લા દસેક દિવસથી મેઘરાજા ડેરા તંબુ તાણીને બેઠા છે. હજુ આગામી તારીખ ૨૮ સુધી રાયના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૨૦૬ તાલુકામાં વરસાદ ૧ થી ૧૧ ઈંચ વરસાદ થયો છે. સવારે ફરી ૬ વાગ્યાથી મેઘરાજાની નવી ઇનિંગ શ થઈ ગઈ છે અને ૧૨૦ તાલુકામાં વરસાદ છે.
રાયના ૯૨ તાલુકામાં એક ઈંચ થી ૧૧ ઈંચ સુધીનો વરસાદ થયો છે. તેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૧ ઈંચ નોંધાયો છે. સુરત શહેરમાં શાળા ૭ ઈંચ પાણી પડું છે. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો પલસાણામાં છ કામરેજમાં અને બારડોલીમાં આઠ માંગરોળમાં સાડા આઠ માંડવીમાં સાડા ચાર અને ચોર્યાસી માં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે.
નવસારી જિલ્લાના ખેરગામમાં ૧૦ વાંસદામાં સાત નવસારી શહેરમાં સાડા છ જલાલપુરમાં સાડા પાંચ ગણદેવી માં પાંચ અને ચીખલીમાં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે. ડાંગ જિલ્લાના વધઈમાં સાડા સાત આહવામાં છ સુબીરમાં સાડા પાંચ વરસાદ નોંધાયો છે.તાપી જિલ્લાના વ્યારામાં સાત ડોલવણમાં છ વાલોદમાં ચાર ઈંચ પાણી પડું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક ની દરિયા પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે. રાજસ્થાનના સાઉથવેસ્ટ દીશામાં સાયકલોનિક સકર્યુલેશન છે. સિસ્ટમના કારણે હજુ આગામી તા.૨૮ સુધી રાયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્ર્રમાં પોરબંદર જુનાગઢ અને દ્રારકા યારે ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech