એટીએમ સેન્ટર પર મદદરૂપ થવાના બહાને છેતરપિંડીથી નાણાં ઉપાડી લેનાર બેલડીને ભકિતનગર પોલીસે તાજેતરમાં ઝડપી લીધા બાદ પણ આવા બનાવો અટકવાનું નામ લેતા નથી.ત્યારે આ પ્રકારની છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
શહેરના આજીડેમ ચોકડી પાસેના વિસ્તારમાં રહેતો નર્સીંગનો વિદ્યાર્થી જવાહર રોડ પર એટીએમ સેન્ટર પર નાણાં ઉપડવા ગયો હતો.ત્યાર મદદના બહાને તેનું કાર્ડ બદલી તેની સાથે રૂ.1.44 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માંડા ડુુંગર પાસે તિરૂમાલા પાર્કમાં રહેતા જય નારણભાઇ કટારા(ઉ.વ 19) નામના નર્સીંગના વિદ્યાર્થીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 29/1 ના રોજ તે તેના મામાની દિકરીનું બીઓબી બેંકનું એટીએમ કાર્ડ લઇ રૂપિયા ઉપડવા માટે જવાહર રોડ પર આવેલી જીમખાના બ્રાન્ચના એસ.બી.આઇ એટીએમ સેન્ટર પર ગયો હતો.
યુવાન અહીં એટીએમ કાર્ડ થકી નાણાં ઉપડવાની પ્રોસેસ કરતો હતો ત્યારે બાજુમાં ઉભેલા અજાણ્યા શખસે તેના પીન નંબર જાણી લીધા હતાં.બાદમાં આ શખસે મદદના બહાને યુવાન પાસે આવી તેની સાથે વાતો કરી તેનું એટીએમ કાર્ડ બદલાવી લીધું હતું.ત્યાર બાદ આ શખસે ફરિયાદીના કાર્ડમાંથી કટકે કટકે કરી કુલ રૂ.1,43,900 ઉપાડી લીધા હતાં.
જે અંગેની જાણ યુવાનને થયા બાદ તેણે આ અંગે પ્રથમ અરજી આપ્યા બાદ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.યુવાનની ફરિયાદ પરથી પોલીસે આઇપીસીની કલમ 420 મુજબ ગુનો નોંધી છેતરપિંડી કરનાર અજાણ્યા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech