જૂનાગઢમાં ઘન કચરા પ્રોસેસ-રિ સાઇકલ માટે એક કરોડ ખર્ચાશે

  • February 22, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાની ઉપસ્થિતિમાં સ્ટેન્ડિંગ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં શહેરના વિવિધ કાર્યોને લઈ મંજૂરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ધન કચરાને પ્રોસેસ કરીશ એગ્રીગેશન અને રિસાયકલ કરી કચરાનો નિકાલ કરવા ૧ કરોડથી વધુની રકમને મંજૂરી, આણંદપુર રિયલ કનેક્ટિંગ પાઇપલાઇન પંપીંગ મશીનરી સુધીની કામગીરીને સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવાની માગણી કરવામાં આવેલ છે, નરસિંહ મહેતા સરોવરના કાંઠે બાયો રેમીડેશન પ્લાન્ટ બનાવવા ૧.૯ કરોડ ના ટેન્ડરને મંજૂરી, ગાંધી ચોક ખાતે આવેલ મટન માર્કેટના રીનોવેશન માટે ૧૧.૮૩ લાખની રકમને મંજૂરી, આ ઉપરાંત શિવરાત્રી મેળામાં લાઈટ સાઉન્ડ સિસ્ટમ અને મંડપની કામગીરી માટે ૧ કરોડથી વધુની રકમની મંજૂરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા શહેરનાની મંજૂરી આપવામાં આવી હતી જોકે થેલા એટીએમ રાખવાનો પ્રોજેક્ટ ગત વર્ષે પણ બજેટમાં રાખવામાં આવ્યો હતો પણ હજુ કાર્યરત કરવામાં આવ્યો નથી ત્યારે ફરી વખત આ યોજનાની જાહેરાતથી પ્રશ્નાર્થ સર્જાયા છે.


રસ્તાના કામોનો વિકાસ દેખાડવા શોર્ટ ફિલ્મ માટે રકમની મંજૂરી
મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવે છે ત્યારે કરેલી કામગીરીનો દેખાડો કરવા શોર્ટ ફિલ્મ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત શહેરના ઝાંઝરડા રોડ, ખામધ્રોળ, ઝાંઝરડા અને ચોબારી જેવા રસ્તાઓ ના વિકાસકામોની શોર્ટ ફિલ્મ બનાવવા માટેના ખર્ચને કરાયેલી દરખાસ્તને મંજૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં રસ્તા, સફાઈ ગટર સહિતના કાર્યો અંગે મંજૂરી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application