અહો આશ્ચર્યમ, સ્કૂટીના મનપસંદ નંબર મેળવવા 1 કરોડની બોલી !

  • February 17, 2023 10:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશમાંથી એક ચોકાવનારી માહિતી સામે આવી છે, જ્યાં એક વાહનના નંબર માટે 1 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશના પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી ચાલી રહેલી ઈ-ઓક્શન દરમિયાન ટુ-વ્હીલર વેનિટી રજિસ્ટ્રેશન નંબર HP 99-9999 માટે રૂ. 1.1 કરોડની બિડ પ્રાપ્ત થઈ છે. જો કે આ નંબર લેવા માટે રિઝર્વ પ્રાઇસ માત્ર 1000 રૂપિયા રાખવામાં આવી હતી. 26 લોકોએ આ નંબર માટે અરજી કરી છે.


પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન હરાજીના કેટલાક સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચેતના ખંડવાલ અને ટ્રાન્સપોર્ટ ડિરેક્ટર અનુપમ કશ્યપ પાસેથી વિગતો માંગી હતી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'વીઆઈપી નંબરો' માટે બિડિંગમાં વધુ વધારો થવાની સંભાવના છે.


સામાન્ય રીતે ભારતમાં સ્કૂટીની કિંમત રૂ. 70,000 થી રૂ. 1,80,000 વચ્ચે હોય છે. ત્યારે 1.1 કરોડ માત્ર મનપસંદ નંબર માટે ચુકવવાએ ચોકાવનારું છે, જો કે, આ ઉપરાંત, બીજા અને ત્રીજા VVIP નંબરો, HP99-0009 અને HP-990005ની કિંમતોમાં પણ રૂ. 21 લાખથી વધુની ઊંચી બિડ જોવા મળી હતી.


પ્રાદેશિક પરિવહન અધિકારી મનજીત શર્માએ જણાવ્યું હતું કે નંબરો માટે બિડિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે હરાજી 18 ફેબ્રુઆરીના રોજ બંધ થશે અને પછી અમે આ અંગે કંઈક કહી શકીશું. અંતમાં સાંજે 5 વાગ્યે જ ખબર પડશે કે બિડ નકલી છે કે સાચી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તેની તપાસ કરાવવાનો નિર્ણય લઈ શકે છે અને ભવિષ્ય માટે ઓનલાઈન બિડિંગના નિયમોમાં પણ ફેરફાર કરી શકાય છે.
​​​​​​​

ટુ-વ્હીલર નંબર પ્લેટ માટે આટલું ઊંચું ક્વોટેશન બાદ ઇન્કમટેક્સ અધિકારીઓને બોલી લગાવનાર વ્યક્તિની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જયારે કેટલાકે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયામાં એક રેકેટ શામેલ હતું અને સામાન્ય લોકોને હરાજીમાં ભાગ લેતા અટકાવવા માટે આટલી મોટી સંખ્યામાં બોલી લગાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application