જામજોધપુરમાં 1 વરલી પ્રેમી ઝબ્બે, 6 ફરાર

  • July 10, 2021 01:22 PM 

ધર્મશાળા રોડ પર પોલીસનો દરોડો, ચિઠ્ઠી અને રોકડ કબજે

જામજોધપુર પંથકમાં જુગારીઓ અને બુટલેગરો પર પોલીસે તવાઇ બોલાવીને એક પછી એક શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે, તાજેતરના દરોડા બાદ ગઈકાલે ધર્મશાળા પાસેના રોડ પર વધુ એક દરોડો પાડીને વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને રોકડ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો જ્યારે તપાસ દરમિયાન છ ના નામ ખુલ્યા હતા.

જામજોધપુરના ધર્મશાળાની બાજુમાં રહેતો ગુલાબ ઉર્ફે ગુલાબ ચોટી બાવા વ્યાસ ઉંમર ૫૪ નામના સખસને ધરમશાળા રોડ પર જાહેરમાં વરલી મટકાના આંકડાનો નસીબ આધારિત જુગાર રમતા સ્થાનિક પોલીસે પકડી પાડયો હતો.

ગુલાબ પાસેથી આંકડાની કપાતની એક ચિઠ્ઠી, રોકડા રૃપિયા ૪૫૦ કબજે કર્યા હતા જ્યારે તપાસ દરમિયાન જામજોધપુરના હરીશ ટાંક, વણકરવાસ ના અશોક, પાટણ ગામના કાના, મહીકી ગામના કિશોર મેસવાણિયા, જામજોધપુરના રશ્મિન બ્રાહ્મણ, કાનો મનવર ના નામ ખુલ્યા હતા. તમામની સામે જુગારધારા મુજબ ફરિયાદ નોંધીને ફરાર શખ્સોની મોબાઇલ નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS