સ્વચ્છ અને હરિયાળા ભારત માટે 75,000થી વધુ સ્વયંસેવકોએ રિલાયન્સનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું: સમગ્ર ભારતમાં 4,100 સ્થળોએ સ્વયંસેવકો રિલાયન્સ દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન માટે મિશન મોડ પર આવ્યા: સફાઈ ઉપરાંત સ્વયંસેવકોએ સામુદાયિક જાગૃતિ અને સંલગ્ન કાર્યોને વેગવંતા બનાવ્યા: જાગૃતિના પ્રયાસોને 30,000થી વધુ બાળકો સુધી પહોંચાડ્યા, આ હેતુ માટે તેમનો ઉત્સાહ વધાર્યો: સમુદાય સંચાલિત પહેલ થકી 17,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા
સ્વચ્છતા પખવાડિયા માટે રાષ્ટ્રવ્યાપી જન આંદોલનને મહત્વપૂર્ણ પ્રોત્સાહન પૂરું પાડવા માટે 4,100 સ્થળો પર 75,000થી વધુ સ્વયંસેવકો રિલાયન્સના અભિયાનમાં જોડાયા અને ‘વી કેર ફોર સ્વછતા’સૂત્રને મક્કમતાથી સાર્થક બનાવ્યું હતું.ભારત સરકારની પહેલ 'સ્વચ્છતા હી સેવા' દરમિયાન આયોજિત આ અભિયાનમાં રિલાયન્સના કર્મચારીઓ, તેમના પરિવારોએ, સમુદાયના લોકો સાથે જોડાઈને સ્વચ્છતા અભિયાન આદર્યું અને વૃક્ષો વાવ્યા, શાળાઓમાં જાગૃતિ લાવવા અને સમગ્ર ભારતમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અન્ય અનેક પ્રયાસોમાં પણ સામેલ થયા હતા.
આ પ્રયાસ અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સીઇઓ શ્રી. જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે, “રિલાયન્સ માટે સ્વચ્છ ભારત એક મિશન કરતાં પણ વધુ છે; આપણી ઇકોસિસ્ટમના દરેક સભ્ય માટે, તે ગ્રામીણ હોય કે શહેરી ભારતમાં હોય, તેમની પાસે આપણા પર્યાવરણની સુખાકારીમાં યોગદાન આપવાની તક છે. આ વર્ષે રિલાયન્સનું ‘વી કેર ફોર સ્વછતા’અભિયાન ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અમારી સહભાગિતાના એક દાયકાને ચિન્હિત કરે છે. રિલાયન્સ ઇકોસિસ્ટમની એક ફિલસૂફી એવી ‘વી કેર’ સાથે અમારા આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્વચ્છ અને હરિયાળા ભારત માટેના વિઝનને મજબૂત કરવાનો છે. સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે સ્વયંસેવાની ભાવના નિર્ણાયક છે, અમારો ઉદ્દેશ્ય સમુદાયોને અભિયાનમાં જોડાવા અને તેનો માલિકી ભાવ લેવાનો હતો."
17 સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબરની વચ્ચે રહેણાંક વિસ્તારો, શાળાઓ, બજારો, દરિયાકિનારા, પૂજા સ્થાનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ, ઐતિહાસિક સ્મારકો, રસ્તાઓ ઉપરાંતઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રિલાયન્સના 59,000 કર્મચારીઓથી પ્રેરિત, સમુદાયોના લગભગ 16,000 લોકો અને સમગ્ર ભારતમાં રિલાયન્સ ફાઉન્ડેશન સાથે કામ કરતી અનેક સમાજિક સંસ્થાઓ પણ ઝુંબેશમાં જોડાયા અને આ તમામે જાહેર સ્થળો તથા જળાશયોની સફાઈ, રિયુઝ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા અને વૃક્ષોની સંભાળ લેવાની પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સેવા આપી હતી. આ ઉપરાંત 30,000થી વધુ બાળકોએ રિલાયન્સ સ્વયંસેવકો દ્વારા આયોજિત અવેરનેસ ક્વિઝ, પેઇન્ટિંગ અને નિબંધ સ્પર્ધાઓ તથા અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. પર્યાવરણના જતન માટે હરિયાળી વધારવાના નિરંતર પ્રયાસોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ઓડિશા, આસામ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં 17,000થી વધુ રોપાઓનું વાવેતર કર્યું હતું.
રિલાયન્સના કર્મચારીઓએ પણ વાતાવરણને સ્વચ્છ રાખવા અને અન્ય લોકોને અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરવા આ અભિયાન થકી શરૂ થયેલી ઝડપને ટકાવી રાખવામાં મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જિયો ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ્સ અને જિયો ઈન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ સહિત દેશભરના રિલાયન્સના વિવિધ બિઝનેસે વિશાળ સ્વરૂપના આ અભિયાનમાં ભાગ લઈ સરકારના 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' માટેના આહ્વાનને સમર્થન પૂરું પાડ્યું હતું અને તેને દેશમાં જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech