જામનગરની સંસ્થા રોટરી ક્લબ દ્વારા વિસરાતી રમતોને ફરી યાદ કરવા માટે 'ધમાલ ગલી' રમતોત્સવ યોજાયો

  • February 03, 2025 10:18 AM 

તળાવની પાળે મોઇ દાંડિયા - ભમરડો - ઠેરી - નારગોલ - લીંબુ ચમચી સહિતની રમતો રમવા માટે ૫ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના નગરજનો જોડાયા


જામનગરની સંસ્થા  રોટરી ક્લબ દ્વારા મોબાઈલને સાઈડમાં મુકીને શેરી- ગલીની વિસરાતી રમતો જેવી કે મોઈ દાંડિયા, ઠેરી, ભમરડો, નારગોલ, લીંબુ ચમચી દોડ, આંધળો પાટો, સાત કૂકરી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ટાયર રેસ, દોરડા કૂદ અને ઝુમ્બા બેક ટુ બચપન ધમાલ ગલીનું આયોજન રવિવાર તા. ર ફેબ્રુઆરી ર૦રપ ના સવારે ૭ થી ૯ દરમિયાન લાખોટા તળાવના પાર્કિંગ પ્લોટમાં, ગેટ નં.- ૧ માં કરવામાં આવ્યું હતું.


નગરજનોને મોબાઇલના તણાવમાંથી મુક્ત કરવા માટે તેમજ વિસરાતી શેરી ગલીની રમતો કે જેનાથી હાલના બાળકો વાકેફ થાય, અને તેઓની શારીરિક ક્ષમતા વધે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલા શેરી-ગલી ની રમતોના મહોત્સવમાં પાંચ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીની વય જૂથના ૭૦૦ જેટલા નગરજનો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા  માટે પ્રોજેક્ટ ચેરમેન લલિત જોષી રોટરી કલબના પ્રમુખ કમલેશ સાવલા, મંત્રી હેમાલી શાહ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application