૩૯ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે તમાકુ મુક્તિ અંગે જાગૃતિ, તમાકુથી દૂર રહેવા પ્રતિજ્ઞા, સ્પર્ધાઓ જેવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 'તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0' ચલાવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૩૯ જેટલી પ્રાથમિક /માધ્યમિક શાળાઓ ખાતે ટોબેકો અવેરનેસ સ્કુલ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમોમાં "તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા“ ના મુદ્દાઓના પાલન માટે આચાર્યશ્રી તેમજ સ્ટાફને સમજ આપવામાં આવી હતી. શાળાના બાળકોને તમાકુથી થતા નુકસાન અંગે માહિતગાર કરી સિગરેટ, બીડી, ગુટખા થી થતાં કેન્સર, વ્યસનને લીધે થતા માનસિક રોગ વિશે સમજણ આપવામાં આવી હતી. તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૨૩૫૬ વિશે માહિતી આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાઓમાં આ વિષય પર ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નાટક,રેલી વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત માનસ કથાનો ભવ્ય પ્રારંભ
November 24, 2024 03:44 PMહેમંત સોરેન થોડા સમયમાં રાજ્યપાલને મળશે, સરકાર બનાવવાનો કરશે દાવો
November 24, 2024 03:40 PMIPL ઓક્શન 2025: 100 કરોડમાં વેચાશે આ ખેલાડીઓ, આ વખતે IPLમાં જોવા મળી શકે ઘણા ફેરફાર
November 24, 2024 03:30 PMભારતને લઈને મુશ્કેલીમાં ફસાયા ટ્રુડો, PM મોદીનું નામ સામે આવતાં પોતાના જ અધિકારીઓને કહ્યા ગુનેગાર
November 24, 2024 03:19 PMશું મોદી સરકારનું આગામી લક્ષ્ય વકફ બોર્ડ છે? મહારાષ્ટ્રની જીત બાદ પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
November 24, 2024 10:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech