સમસ્ત મહેશ્વરી સમાજના પરમપૂજય ઈષ્ટદેવક્ષી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે બરડા ડુંગરની તળેટીમાં ઐતિહાસિક તેમજ ભરપુર સૌદર્ય ધરાવતું સ્થળ આવેલ છે જ્યાં સોન કંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચે માઁ આશાપુરાનું મંદિર પણ આવેલ છે.
આ પવિત્ર જગ્યામાં દર વર્ષે મહેશ્વરી સંપ્રદાયના જાત્રાળુઓ પવિત્ર ધામોની જાત્રા કરી વૈશાખ સુદ - ૪ ના રોજ શ્રી ઘુમલી મુકામે શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યામાં પવિત્ર જાત્રા કરવા આવે છે. આ પવિત્ર જાત્રામાં કચ્છ, રાજકોટ, જામનગર, મુંબઈ તેમજ જુદી જુદી જગ્યાએથી આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેવી બહોળી સંખ્યામાં જાત્રાળુઓ પવિત્ર જાત્રા કરવા માટે ઘુમલી મુકામે આવી રાત્રી રોકાણ કરે છે.
આ વર્ષે ‘અતિથિ દેવો ભવ’, ‘અન્ન ભેગા તેના મન ભેગા’ ની ઉક્ત સાર્થક કરવાના પવિત્ર હેતુથી વૈશાખ સુદ - ૪, શનિવાર, તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ આવનાર જાત્રાળુઓ માટે ‘શ્રી ઘુમલી ગણેશ સેવકક્ષીઓ દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫ કલાકે ‘નૂતન ધ્વજારોહણ’, સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ’ તથા તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૭:૦૦ કલાકે પ્રસાદ તેમજ ચા પાણીની વ્યવસ્યા કરવામાં આવેલ છે.
આ પવિત્ર દિવસે જાત્રાળુઓની જાત્રામાં સહભાગી - સહયોગી થવા માટે તમામ મહેશ્વરી સંપ્રદાયને ઉપસ્થિત રહેવા શ્રી ઘુમલી ગણેશ સેવકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ જયંત બી. વારસાખીયાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા લેવાયા શપથ
November 20, 2024 10:13 AMસુભાષ નગર અને જેટી તરફના રસ્તાના નવીનીકરણ માટે વધુ એક વખત થઈ માંગ
November 20, 2024 10:10 AMબોખીરા ની આવાસ યોજનાના ફ્લેટનું સમારકામ નહીં થાય તો મોતનું રચાશે તાંડવ
November 20, 2024 10:04 AMCCTV : રાજકોટના મવડી રોડ પર ઓમનગરમાં પૈસાની લેતી દેતી મામલે કેટરર્સના સંચાલક પર હુમલો
November 20, 2024 09:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech