સુરેન્દ્રનગરમાં પાટડીમાં લૂંટારાઓએ વૃદ્ધાની હત્યા કરી, કાન કાપી સોનાના દાગીના લૂંટી ફરાર

  • December 28, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડગામમાં એકલા રહેતાં વૃદ્ધાની મધરાતે હત્યા કરીને કાનની બુટ કાપી કાનમાં પહેરેલી સોનાની કડીઓ, વારીયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલા લૂંટીને અજાણ્યા શખ્સોએ અંધારામાં ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે ગ્રામજનોએ જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે.


વૃદ્ધાએ પ્રતિકાર કરતા મારી નાખ્યા
વૃદ્ધા પોતાના ઘરમાં સુતા હતા ત્યારે અજાણ્યા શખસો લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન શાંતિબેન ડોડીયા જાગી જતાં આ શખસોએ વૃદ્ધા સાથે ઝપાઝપી કરી નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી હતી અને કાનની બુટ્ટી કાપીને કાનમાં પહેરેલી સોનાની કડીઓ, વારીયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલા લૂંટીને ફરાર થઇ ગયા હતા.


પતિનું અગાઉ અવસાન થયું હતું
વડગામ ગામમાં દેરાસરની નજીક રહેતા 72 વર્ષના વૃદ્ધા શાંતિબેન ડોડિયાના પતિ શંકરભાઈ ડોડિયાનું અગાઉ અવસાન થયું હતું. જ્યારે એમની એક દીકરીના લગ્ન થઇ જતા એ સાસરે છે, તેમનો એક દીકરો બાજુના મકાનમાં, બીજો દીકરો ગામમાં થોડે દુર અને વૃદ્ધા એકલા રહેતાં હતા.


આ ઘટનાની જાણ રાત્રે કોઇને થઇ નહોતી
72 વર્ષીય શાંતિબેન ડોડીયા એકલા રહેતાં હોવાથી આ ઘટનાની જાણ રાત્રે કોઇને થઇ નહોતી. જોકે, વહેલી સવારે ગ્રામજનો અને અને તેમના દીકરાઓને ઘટનાની જાણ થતાં તેઓએ તુરંત પોલીસને જાણ કરતાં  પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અજાણ્યા શખ્સો સામે લૂંટ અને હત્યા અંગેનો ગુનો દાખલ કરવાની અને હત્યારાઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application