મીઠાપુરમાં દરિયા કિનારે એકીસાથે દેખાયા બે દીપડા

  • January 23, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુરમાં દરિયા કિનારે એકીસાથે દેખાયા બે દીપડા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના દરિયાકિનારે ગઇકાલે રાત્રે ૧ર વાગ્યાની આસપાસ ટાટા કંપનીના લોકો દ્વારા બે દીપડા લટાર મારતા જોવા મળ્યા હતા, આ સમાચાર કંપનીમાં પહોંચતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક સીક્યુરીટી તેમજ વન વિભાગને જાણ કરી દરિયાકિનારેથી લોકોને દૂર કરી સાવચેત કરાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ બે મહિના પહેલા જ શિવરાજપુર ખાતે દીપડો જોવા મળ્યો હતો, જેના ફૂટેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા, પરંતુ સત્તાવાર રીતે કોઇ જાહેરાત થઇ ન હતી, ત્યારબાદ વાડીનાર ખાતે દીપડાના ફેરા થયા હતા, હજુ બે મહિના થયા છે ત્યારે મીઠાપુર સીમમાં દરિયાકિનારે એકીસાથે બે દીપડા ફરતા જોવા મળ્યા છે. તેની જાણ કંપનીના લોકોને થઇ હતી.આ સમાચાર વેગ પામતા કંપની દ્વારા દરિયા કિનારે સીક્યુરીટી ગોઠવી દેવાઇ હતી, ત્યારબાદ લોકલ પોલીસને પણ જાણ કરી લોકોને દૂર કરાયા હતા. તેમજ સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. કંપની દ્વારા વન વિભાગ ને જાણ કરી દીપડાને પકડવા કવાયત હાથ ધરાઇ હતી.
​​​​​​​

હાલ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, આ સમાચારની ગ્રામજનોને જાણ થતાં લોકોમાં ભયની ભીતિ ફેલાઇ છે. વન વિભાગ, એસઆરપી સહિતના જવાનો દ્વારા દીપડાના ફૂટેજ લઇ શોધખોળ હાથ ધરાઇ રહી છે. હજુ સુધી તંત્ર કે કંપની દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application