જામનગર પુરના વહેતા પાણી વચ્ચે વચ્ચે સામાજીક સંસ્થાના સ્વયંસેવકોએ સેવા કરવા દોડ મુકી

  • August 31, 2024 11:19 AM 

જામનગર પુરના વહેતા પાણી વચ્ચે વચ્ચે સામાજીક સંસ્થાના સ્વયંસેવકોએ સેવા કરવા દોડ મુકી

રોટરી કલબ ઓફ છોટીકાશી દ્રારા શહેરમાં પુરની સ્થિતિ વચ્ચે ફુડ પેકેટ વિતરણ કરાયા. 

જામનગરમાં સતત પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. ત્રણ દિવસ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશકેલ બન્યુ હતુ. તો હજારો લોકો પોતાનુ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થાળાંતર થવા મજબુર બન્યા હતા. આ કૃદરતી આફત વચ્ચે રોટરી કલબ ઓફ છોટીકાશી પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલુ વરસાદે પહોચીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ રો. ડો. બ્રિજેશ રૂપારેલિયા દ્રારા સંસ્થા દ્રારા કૃદરતી આફતે લોકોને મદદરૂપ થવાનો વિચાર રજુ કરાતાની સાથે સંસ્થાના સક્રિય કાર્યકર રો. હમીરભાઇ ઓડેદરાએ પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા ફુડપેકેટ વિતરણનુ કરવાનુ જણાવી ફુડપેકેટ તૈયાર કરાવ્યા. સતત ત્રણ દિવસ 20 જેટલા સ્વયંસેવકોએ અલગ-અલગ પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ભોજન પહોચાડીને પોતાની સામાજીક જવાબદારી નિભાવી હતી. 

જામનગર શહેરમાં તારીખ 27,28 અને 29 ત્રણ દિવસ પુરના પાણી અનેક વિસ્તારોમાં પહોચી ગયા હતા. સોસાયટી, માર્ગો પર પુરના ધસમસતા પાણીના વહેણના કારણે જનજીવનને અસર થઈ હતી. તેવા સમયે રોટરી કલબ ઓફ છોટીકાશીના સ્વયંસેવકોએ લોકોને ભોજન મળી રહે માટે ગોઠણડુબ પાણીમાં વરસતા વરસાદ વચ્ચે ફુડ વિતરણ કરવાની કામગીરી કરી હતી. જે વિસ્તારમાં જવુ મુશકેલ હોય, અને વહેતા પાણીના પ્રવાહ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચીને લોકોનો ફુડપેકેટનુ વિતરણ કર્યુ હતુ. 27 તારીખે સંસ્થા દ્રારા મહાનગર પાલિકાને 350 ફુડપેકેટ પહોચાડયા હતા. 28 તારીખે સંસ્થાના સ્વયંસેવકોએ નવાગામ ધેડ વિસ્તારમાં 450 ફુડ પેકેટનુ વિતરણ કર્યુ હતુ. ગાંધીનગરના સ્મશાન પાછળ આવેલા વિસ્તારમાં 650 ફુટપેકેટ વિતરણ કરાયા હતા.લાલપુર બાયપાસ નજીકના વિસ્તારમાં 200, નાધેડી રોડ પર 100, કાલાવડનાકા બહારના વિસ્તારમાં 300 ફુડ પેકેટ સંસ્થાના હોદેદારો અને સ્વયંસેવકો દ્રારા વિતરણ કરવામાં આવ્યા હતા. સેવાકીય પ્રવૃતિમાં જામનગરના યુવા પરાગ વોરાએ ફુડપેકેટ વિતરણમાં સહભાગી બનીને સંસ્થાના સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. 29 તારીખે મોમાઈનગરમાં 150, જોડીયા ભુંગા નજીક વિસ્તારમાં 150 ફુડ પેકેટ વિતરણ કરાયા હતા. કુલ મળીને ત્રણ દિવસમાં 2500 જેટલા ફુડપેકેટનુ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં સંસ્થાના હોદેદારો સાથે રો. સંદીપ ગણાત્રા, રો. ભગીરથસિંહ ઝાલા, રો. મિત્તલબેન પટેલ, રો. નીલ વાછાણી સહીત અનેક સ્વયંસવેકોએ સેવા આપીએ સેવા આપી હતી.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application