ગરીબોના ફ્રિઝ: માટલાઓના રંગબેરંગી મનમોહક રૂપ

  • March 16, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરીબોના ફ્રિઝ: માટલાઓના રંગબેરંગી મનમોહક રૂપ


​​​​​​​ઉનાળાની શરૂ​​​​​​​આત થતા જ જામનગરની બજારમાં આકર્ષક અને રંગબેરંગી માટલાઓનું આગમન થઈ ગયું છે. બજારોમાં પરંપરાગત માટીના માટલાઓ હવે અવનવી ડિઝાઈન અને જીવંત રંગો સાથે જોવા મળી રહ્યા છે. કુંભારો દ્વારા માટીના માટલા પર કરવામાં આવેલું બારીક કોતરણીકામ અને રંગરોગાન ગ્રાહકોને આકર્ષી રહ્યું છે.તેમજ બજારની શોભા વધારી રહ્યું છે,આ માટલા માત્ર ઘરની શોભા જ નથી વધારતા, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડે છે.રંગબેરંગી માટલાઓના આગમનથી ઉનાળાની સીઝનમાં નાના વેપારીઓ અને કલાકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application