અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરવામાં આવેલી ટ્રેનો:
· ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૨૭.૦૧.૨૦૨૬ અને ૨૮.૦૧.૨૦૨૬ના રોજ રદ રહેશે.
· ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૨૬.૦૧.૨૦૨૬ અને ૨૭.૦૧.૨૦૨૬ના રોજ રદ રહેશે.
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો:
ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ તારીખ ૨૭.૦૧.૨૦૨૬ના રોજ સાબરમતી–અમદાવાદ વચ્ચે એક ટ્રિપ માટે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ–સાણંદ–સાબરમતી–અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ–કટોસણ રોડ–કલોલ–સાબરમતી માર્ગ પરથી દોડશે. આ દરમિયાન આ ટ્રેનને સાણંદ અને સાબરમતી જંકશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં અને સાબરમતી બીજી (બ્રોડ ગેજ) સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. આ ટ્રેન સાબરમતી જંકશનને બદલે સાબરમતી (બીજી) સ્ટેશન પર યાત્રા પૂર્ણ કરશે.
રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in પર તપાસ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
