ખારા બેરાજા ખાતે જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો...

  • October 21, 2025 12:52 PM 

તા.20/10/2025 ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે.  આ સંજોગોમાં - દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ દરિયાકાંઠાની સુરક્ષાથી માહિતગાર હોવા જરૂરી છે.


આ બાબત ધ્યાને લઇને એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ.માલ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર, તથા જામનગર સેક્ટરના ઇન્ચાર્જ ડી.વાય.એસપી કે. પી. પારેખના માર્ગદર્શન હેઠળ દરિયા કિનારાના રહેવાસી તથા ભારત દેશના એક જવાબદાર નાગરીક તરીકે સતત જાગૃત રહેવા નીચેની વિગતે સમજ આપવામાં આવી હતી.


જામનગર  ખાતે ના પી.એસ.આઈ. ડી એચ જાડેજા તથા ટીમ  દ્વારા જામનગર જિલ્લાના ખારા બેરાજા ગામ ખાતે સ્થાનિક સરપંચ ઉપસરપંચ તથા અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરીયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે, કેફી પદાર્થો તથા એક્સ્પ્લોઝિવ ની હેરાફેરી અટકાવવા બાબતે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application