રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાયની જામનગરની મુલાકાત બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં

  • March 26, 2026 11:07 AM 

રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય ની જામનગરની મુલાકાત બાદ જામનગરનું પોલીસ તંત્ર એક્શન મોડમાં

ગત રાત્રે પટણીવાડ વિસ્તારમાં આવેલી ૩૬ રૂમ વાળી વ્હાઇટ હાઉસ નામક ગેરકાદેસર ઇમારતનું ડેમોલેશન હાથ ધરાયું

રાજકોટ રેન્જ ના આઈ.જી નિર્લિપ્ત રાય કે જેઓ ગઈકાલે સૌપ્રથમ વખત જામનગર શહેરના મહેમાન બન્યા હતા, અને જામનગર ની તેઓની મુલાકાત અને બેઠકોનો દોર હાથ ધરી લીધા બાદ સાંજના સમયે શહેરના વોર્ડ નંબર ૧૨ના અતિ સંવેદનશીલ વિસ્તારમાં જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, અને સ્થાનિક વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ તેઓને એક ગેરકાયદે ઇમારત ધ્યાનમાં આવી હતી.

વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાતી ૩૬ રૂમ વાળી ઈમારત, કે જેને તોડી પાડવાનો આદેશ કરાયા બાદ મોડી રાત્રે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું, અને ગઈ રાત્રે જ તે બિલ્ડીંગ પર હથોડો વિઝવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય ની સૂચના થી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની એ ગઈકાલે મોડી રાત્રે જ ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને તોડી પાડવા માટેનો આદેશ કરાયો હતો, અને સીટી ડી.વાય.એસ.પી. જે એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ.ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેઓની ટીમ દ્વારા પટણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, અને તેઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત ગેરકાયદે બિલ્ડીંગ ને જેસીબીની મદદથી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application