PM મોદી દ્વારકા મંદિરમાં કરશે પૂજા, દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજનું થશે લોકાર્પર્ણ

  • February 25, 2024 08:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યા છે. ગતરાત્રે જ તેઓ જામનગર પહોચ્યા હતા, ત્યાં રોડ શો બાદ હવે આજે સવારે તેઓ બેટ દ્વારકા મંદિરમાં પૂજા અને દર્શન કરશે. આ પછી તેઓ નવનિર્મિત સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરશે. અંદાજે રૂ. 980 કરોડના ખર્ચે બનેલ આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકા ટાપુઓને જોડે છે. સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. તેની લંબાઈ 2.32 કિલોમીટર છે. તેઓ દ્વારકાધીશ મંદિરની પણ મુલાકાત લેશે અને ત્યાં દર્શન અને પૂજા કરશે.


વડાપ્રધાન આજે ગુજરાતમાં રૂ. 52,250 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, માર્ગ, રેલવે, ઉર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. PM આજે રાજકોટ, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલાગીરી એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM નરેન્દ્ર મોદી નવી મુંદ્રા-પાનીપત પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ રાજકોટ-ઓખા, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

સંભવતઃ શેડ્યુઅલ


08 :00 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન


08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું કરશે લોકાર્પણ


09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં કરશે દર્શન


12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધન


03:30 વાગ્યે રાજકોટ AIIMSની કરશે મુલાકાત


04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application