આકરી ગરમી શરૂ થતાં સ્પોર્ટસ કોમ્પ્લેકસના સ્વીમીંગ પુલમાં ધૂબાકા મારતા લોકો

  • April 16, 2026 11:43 AM 

આકરી ગરમી શરૂ થતાં સ્પોર્ટસ કોમ્પ્લેકસના સ્વીમીંગ પુલમાં ધૂબાકા મારતા લોકો


જામનગર શહેરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં સ્વીમીંગ પુલ આવેલો છે તે કેટલાક દિવસથી બંધ હતો ત્યારબાદ આજકાલ દ્વારા આ અંગે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો આખરે કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક કામગીરી કરીને આ સ્વીમીંગ પુલ લોકો માટે ખુલ્લો મુકયો છે. છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગની શાળાઓમાં વેકેશન પડી ગયુ છે ગરમીની સીઝનની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સ્વીમીંગ પુલ બંધ હોવાને કારણે લોકો તરફથી કોર્પોરેશનના તંત્રને અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી ત્યારબાદ હવે સ્વીમીંગ પુલ શરૂ થઇ જતા નાના બાળકો અને યુવાનોએ ખુશી વ્યકત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News