જામનગરના ઐતિહાસિક અજીતસિંહ પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓપન ગુજરાત સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ....

  • April 08, 2024 09:26 AM 


જામનગરના ઐતિહાસિક અજીતસિંહ પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓપન ગુજરાત સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ....


આજથી રાજેન્દ્રસિંહ જાડેજા અને વામન જાની કપનો આરંભ

સૌરાષ્ટ્રની 64 ટીમો વચ્ચે સિઝન બોલની નોક-આઉટ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે. 


બે પૂર્વ ખેલાડીઓને નોક આઉટ વન-ડે ટૂર્નામેન્ટના આયોજન થકી અંજલિ અર્પણ કરવામા આવી.

જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરના બે પુર્વ રણજી ક્રિકેટરોને અજલી આપવા આજથી 40-40 ઓવરના વન-ડેની નોક-આઉટ ટુનર્નામેન્ટનો આરંભ થયો. આ ટુર્નામેન્ટમાં સિનિયરો અને અડર-14ના ખેલાડીઓના કુલ 64 મેચો અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ક્રિકેટ બગલો ખાતે રમાશે. 

એક સમયે કપીલદેવ સમકક્ષ ગણાયેલા રણજીટ્રોફીમા તરખાટ મચાવનારા ફાસ્ટ બોલર રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરોનાના કાતિલ મોજામાં નિધન થયું હતું. આ જ રીતે ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીના નાનપણથી અંત સમય સુધીના ગાઢ મિત્ર એવા રણજી ખેલાડી વામનભાઈ જાનીનુ ગત વર્ષે નિધન થયા બાદ જામનગરના આ બને પુર્વ રણજી ખેલાડીઓને ક્રિકેટ જગત દ્વારા અજલી આપવા સિનિયર ક્રિકેટરો માટે રાજેન્દ્રસિંહ જાડેજા કપ અને અંડર-14ના ખેલાડીઓ માટે વામન જાની કપનું આયોજન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. નોકઆઉટ પ્રકારની આ ટુર્નામેન્ટ 40-40 ઓવરની સિઝનબોલ ક્રિક્રેટ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં જામનગર સહિત સૌરાષ્ટ્રની 49 ટીમોએ રાજેન્દ્રસિંહ કપમા અને 15 ટીમોએ વામન જાની કપમાં ભાગ લીધો છે. 

આ ટુનામેન્ટનો આજે  વાજતે-ગાજતે બેન્ડબાજા અને ફુલો સાથે ઉત્સાહ સાથે પ્રારંભ કરવામા આવ્યો. ઉદઘાટન સમારોહ વેળાએ બંને પુર્વ રણજી ખેલાડીઓના પરિવારજનોને પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતી.આ ટુર્નામેન્ટમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, વડોદરા, જામનગર, મોરબી, દ્રારકા, સિક્કા, સહીતના શહેરમાથી ટીમએ ભાગ લીધો છે.  આ ટુર્નામેન્ટ આગામી બે માસ જેટલો સમય ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, જામનગરના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી તો નિયમિત રમાય છે. જે બાદ હવે બે પુર્વ રણજી ખેલાડીઓની ટ્રોફી રમાશે. જે દર વર્ષે રમાય તે માટેનુ આયોજન જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્રારા કરવામા આવ્યુ છે.

આ ટુર્નામેન્ટનો શુભારંભ પુર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજાએ કરાવ્યો. સાથે પુર્વ રણજી ટ્રોફીના ખૈલાડી વામન જાની અને રાજેન્દ્રસિંહ જાડેજાના પરીવારજનોએ ખાસ હાજરી આપી અને ખુશી વ્યકત કરી હતી. સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની યાશિકાકુમારી જાડેજા તેમજ પુત્રી-જમાઈ સાથે  વામન જાનીના પરીવારના હિમાંશુ જાની સહતીના પરીવારજનોએ ખાસ હાજરી આપી હતી.  આ પ્રસંગે ખબર ગુજરાતના તંત્રી નિલેશ ઉદાણી, કોર્પોરેટ જયરાજસિંહ જાડેજા, જામનગર ડ્રિસ્ટ્રીકટ ક્રિકેટ એશોસિયેશનના પ્રમુખ અજયભાઈ સ્વાદીયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ, જોઈન્ટ  સેક્રેટરી ભરતસિંહ જાડેજા, કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા સમગ્ર ટુર્નામેન્ટના પ્રોજેકટ ચેરમેન કશ્યપ મહેતા, ટુર્નામેન્ટના કોર્ડિનેટર ભરત મથ્થર, કમિટીના સભ્ય નરેન્દ્ર કણઝારીયા સહીતના ક્રિકેટપ્રેમીઓ અને વાલીઓની હાજરીમાં ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.

પ્રથમ મેચ મહાદેવ એ અને મહાદેવ-11 વચ્ચે રમાયો. જેમા મહાદેવ-11એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application