સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના મહિલા ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલ અને રૂ.૩૦૦૧૧૯નો દંડ
જામનગર :સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કુસુમબેન જગદીશભાઈ ભુવાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા મહિલા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ,ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા અને આરોપીને ૧ (એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૩૦૦૧૧૯ નો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMજામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે મોત
December 27, 2024 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech