ધ્રોલ રાજ્યના સ્થાપક ડાડા શ્રી હરધોળજીની 426 મી પુણ્યતિથિ નિમિત્તે બેડ મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા...

  • January 18, 2024 02:23 PM 

ધ્રોલ રાજ્યના સ્થાપક ડાડા શ્રી હરધોળજીની 426 મી પુણ્યતિથિ નિમિત્તે બેડ મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા...


રાજાશાહી સમયના ધ્રોલ રાજ્યના સ્થાપક ડાડા શ્રી હરધોળજી જામ શ્રી રાવલજી સાથે રહીને યુદ્ધમાં મદદ કરી રહ્યા હતા ત્યારે મિઠોઈ ગામના પાદરમાં દગાથી શ્રી હરધોળજી બાપુ ઘાયલ થયા અને ત્યારબાદ બેડ મુકામે તેમને લઈ આવવામાં આવ્યા અને ત્યાં બેડ ખાતે શ્રી હરધોળજી દ્વારા સંતોષનો અંતિમ શ્વાસ લઈ સ્વર્ગે સિધાવ્યા. જામનગરના બેડમાં ત્યાં જ અગ્નિદાહ આપી આજે પણ તેમનો પાળિયો ત્યા છે અને તેમની પૂજા વિધિ થાય છે ત્યારે ઠાકોર સાહેબ ઓફ ધ્રોલના પદ્મરાજસિંહજી ઘનશ્યામસિંહ જાડેજા પરિવાર અને સમગ્ર ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા આજે બેડ મુકામે શ્રી હરધોળજીની 426મી પુણ્યતિથિ નિમિત્તે હવન અને મહાપ્રસાદ સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 


જામનગરના બેડ મુકામે પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ઠાકોર સાહેબ ઓફ રાજકોટ માંધાતા સિંહજી જાડેજા અને ઠાકોર સાહેબ ઓફ વીરપુર દેવેન્દ્રસિંહજી જાડેજા તેમજ માજી મંત્રી ધર્મેન્દ્રસિંહજી ( હકુભા ) જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના મહાનુભવો તેમજ ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application