અકસ્માતે કુવામાં પડી જતા વીરપુરના વૃદ્ધનું મૃત્યુ

  • June 11, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના વિરપુર ગામે રહેતા બોઘાભાઈ જગુભાઈ મકવાણા ગામના 60 વર્ષના વૃદ્ધ તા. 8 જુનના રોજ તેમની વાડીના કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ બોઘાભાઈ મકવાણા (ઉ.વ. 40) એ કલ્યાણપુર પોલીસને કરી છે. ​​​​​​​
માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ વાઘેલા (ઉ.વ. 50) એ કલ્યાણપુર પોલીસને કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application