દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

  • March 24, 2026 12:25 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગેની બેઠક યોજાઈ


સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમલીકરણ અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં લોકભાગીદારી તથા એન.જી.ઓ.ના સહયોગથી કરવામાં આવનાર વિવિધ જળસંચયને લગતા કામોની ચર્ચા કરવામાં આવી હતી. 

આ તકે બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગ જામખંભાળિયા શ્રી જે.જે.પટેલ, જિલ્લાની અગ્રણી કંપનીઓના સી.એસ.આર. પ્રતિનિધિઓ, ગીર ગંગા ફાઉન્ડેશન ટ્રસ્ટ, તેમજ સમિતિના અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે, વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તર વધે તે ઉદ્દેશ્યથી ૩૧ મે ૨૦૨૬ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા તળાવો, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ વગેરે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application