જામજોધપુરના નારીયેરી નેસમાં વાલબાઈ માતાજીના જન્મોત્સવે ભક્તિનો મહાકુંભ

  • March 17, 2026 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના નારીયેરી નેસમાં ભક્તિનો મહાકુંભ:
 
વાલબાઈ માતાજીના જન્મોત્સવે ઉમટ્યા હજારો સેવકો, મોડી રાત સુધી જમણવાર અને સંતવાણીની જમાવટ

જામજોધપુર: જામજોધપુર પંથકમાં આવેલ નારીયેરી નેસ ખાતે બિરાજમાન આવળમાંના પવિત્ર દેવસ્થાનમાં રવિવારના રોજ પૂજ્ય વાલબાઈ માતાજીનો જન્મોત્સવ અત્યંત ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. તારીખ 15-03-2026 ને રવિવારના રોજ માતાજીના જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને સેવકોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
​​​​​​​

આ પ્રસંગે ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરના સમયથી શરૂ થયેલ વિશાળ જમણવાર મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો, જેમાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રિના સમયે સંતવાણી અને દાંડિયા રાસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે પૂજ્ય વાલબાઈ માતાજી સ્વયં રાસ-ગરબે રમ્યા હતા, જેને જોઈ ઉપસ્થિત તમામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સમગ્ર નારીયેરી નેસ વિસ્તારમાં ભક્તિમય માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application