ચેટીચાંદ પર્વ પ્રસંગે સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનના જન્મોત્સવ અનુસંધાને શ્રી સખ્ખર જિલ્લા સિંધી પંચાયત દ્વારા ખંભાળિયા ગેટ નજીક આવેલ વાડી ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રાબેતા મુજબના નિત્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.૨૦-૦૩-૨૦૨૬ શુક્રવાર ના રોજ સવારે ૫:૦૦ કલાકે મંગળા આરતી યોજાશે, ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે દ્વિતીય આરતી થશે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સવારે ૮:૦૦ કલાકે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં બાઈકસવાર જોડાશે અને ડીજેના તાલ સાથે રેલી નીકળશે.
આ બાઈક રેલી સાધના ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો જેમ કે નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા થઈ જૂના રેલ્વે સ્ટેશન સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે પૂર્ણ થશે.
ત્યારબાદ ઝુલેલાલ મંદિરના પટાંગણમાં સામૂહિક જનોઈ (સમૂહ યોગ્યોપવિત) વિધિ વાજતે-ગાજતે યોજાશે. બ્રાહ્મણ ગોરના મંત્રોચ્ચાર વચ્ચે બટુકોને જનોઈ ધારણ કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભહેરાણા સાહેબ તથા મ્યુઝિકલ પાર્ટીનું આયોજન રહેશે. અંતે એ જ સ્થળે ભંડારા પ્રસાદ (જમણવાર) યોજાશે.
સાંજે ૪:૦૦ કલાકે નાનકપુરીથી શ્રી ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે નગરભ્રમણ કરતી આ શોભાયાત્રા નાનકપુરી, પવનચક્કી, આર્યસમાજ રોડ, ખંભાળિયા દરવાજા, હવાઈચોક, સેન્ટ્રલ બેંક, સેતાવાળ, બર્ધનચોક, દરબારગઢ, રતનબાઈની મસ્જિદ, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા અને અનુપમ ટોકીઝ થઈ રાત્રે ૧૨:૦૦ કલાકે જૂના રેલ્વે સ્ટેશન સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા અને આકર્ષક ઝાંખીઓ વિશેષ આકર્ષણરૂપ રહેશે.
તેમજ સાંજે ૭:૦૦ કલાકે જૂના રેલ્વે સ્ટેશન ઝુલેલાલ મંદિર ખાતે પરોઢિયા આરતી યોજાશે. ત્યારબાદ મ્યુઝિકલ પાર્ટી, સમાજ આગેવાનો તથા શહેરના નામાંકિત મહાનુભાવોની હાજરીમાં ભહેરાણા સાહેબ યોજાશે. સાથે કેક કટિંગ કાર્યક્રમ અને મંદિર પટાંગણમાં રાત્રિ પ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી સિંધી સમાજના આગેવાનો તથા ઝુલેલાલ મંડળ, જૂના રેલ્વે સ્ટેશનના પ્રમુખશ્રીએ સિંધી સમાજની બેઠકમાં જાહેર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
