જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોશી એ. ડિવિઝન ની પોલીસ ટીમે પકડી પાડયું
વાડી માલિક અને એક મહિલા સહિત જામનગર- જેતપુર- મોરબી પંથકના છ પત્તાપ્રેમીઓ પકડાયા
પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા પોણા પાંચ લાખની રોકડ રકમ એક કાર અને ચાર નંગ મોબાઈલ સહિત ૯.૮૮ લાખ ની માલમતા કબજે કરી
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોસી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પકડી પાડ્યું છે, અને જુગાર રમવા માટે આવેલી એક મહિલા અને વાડી માલિક તેમજ મોરબી જેતપુર પંથકના જુગારીયા તત્વોની પોલીસે અટકાયત કરી લઈ બનાવનારલ સ્થળેથી રૂપિયા પોણા પાંચ લાખની રોકડ રોકડ રકમ, કાર અને મોબાઈલ સહિત રૂપિયા ૯.૮૮ લાખની માલમતા કબજે કરી છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા અને ખેતીવાડી ધરાવતા કુમનભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી નામના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બહારથી કેટલાક જુગારીયા તત્વો ને આસપાસના પંથક માંથી બોલાવીને જુગારધામ ચલાવી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પંચકોશી એ. ડિવિઝનના પીઆઇ એમ.એન. શેખ અને તેઓના સ્ટાફના નિર્મળસિંહ જાડેજા તેમજ કાસમભાઈ બ્લોચ વગેરેને મળી હતી. જે બાતમી ના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગઈકાલે રાત્રે ઉપરોક્ત પોલીસ ટુકડીએ દરોડો પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવાદળ ફાટતા નહીં મોટો આઇસબર્ગ તૂટતા ધરાલીમાં વિનાશ વેરાયો હતોઃ વૈજ્ઞાનિકોના સંશોધનમાં ખુલાસો
March 07, 2026 12:12 PMએડવોકેટ બર્ગિસ દેસાઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરાયા
March 07, 2026 11:57 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
