જામનગર: રાજયપાલે ભાદરામાં સફાઇ કરી, ગાય દોઇ, રાત્રી સભા યોજી

  • February 21, 2026 02:17 PM 


રાજયપાલે ભાદરામાં સફાઇ કરી, ગાય દોઇ, રાત્રી સભા યોજી


​​​​​​​ગઇકાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જોડીયા ગામના ભાદરા અને આજુબાજુનાં વિસ્તારોની મુલાકાત લઇને ગાય દોહી હતી ઉપરાંત ખાટલા બેઠક કરીને ખેડુતો સાથે સંવાદ કર્યો હતો તેમજ ખેતરની પણ મુલાકાત લીધી હતી. રાજયપાલની સાદગી જોઇને ગ્રામજનો પણ ખુશ થયા હતા. તેમણે ખેડુતોને પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સામાન્ય અનુ.જાતિના પરિવારની મુલાકાત લઇને જમીન પર બેસીને સાદુ ભોજન લીધુ હતું. ત્યારબાદ તેમણે સફાઇ અભિયાન પણ કર્યું હતું અને વૃક્ષારોપણ કરીને તેની નિયમિત સારસંભાળ રાખવા માટે લોકોને અપીલ કરી હતી.




આપણું આંગણુ અને શેરી તેમજ ગામ સ્વચ્છ હશે તો એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજનું નિર્માણ થઇ શકશે આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર, એસ.પી. ડો. રવિ મોહન સૈની સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application