લાલપુરના ગલ્લા ગામમાં કારખાનામાંથી ૫.૯૨ લાખની સામાનની ચોરી

  • March 16, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના ગલ્લા ગામમાં કારખાનામાંથી ૫.૯૨ લાખની સામાનની ચોરી

​​​​​​​​​​​​​​
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું પાડી બે તસ્કરો અંદરથી કુલ પ.૯૨ લાખનો બ્રાસ પાર્ટનો માલ સામાન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે. તસ્કરોએ રાત્રિના સાડા પાંચ કલાક નો સમય કાઢીને ઉપરોક્ત ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા મારફતે જાણવા મળ્યું છે. જેના ફૂટેજના આધારે પોલીસ બંને તસ્કરોને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં મારુતિ રેસીડેન્સીમાં રહેતા અને લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ભરતભાઈ બાબુભાઈ શિંગાળા નામના કારખાનેદારે લાલપુર પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી બે તસ્કરો ‚ા. પાંચ લાખ ૯૨ હજારની કિંમત ના માલ સામાનની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે સાંજે પોતે કારખાનું બંધ કરીને પોતાના ઘેર ગયા હતા, જે દરમિયાન રાત્રિના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં તેમના કારખાનામાં પાછળની દીવાલમાં બાંકોરૂં પાડીને અંદર ઘૂસ્યા હતા, આશરે સાડા પાંચ કલાક જેટલો સમય કાઢીને કટકે કટકે પ્લાસ્ટિકના બકેટમાં પિત્તળ નો તૈયાર માલ સામાન, સળિયા વગેરે ભરીને કારખાનાની બહાર કાઢી ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે ફરિયાદ બાદ લાલપુરના પી.આઇ. કે એસ. ગળચર તેમજ એ.એસ.આઈ. દિગુભા જાડેજા, બીટ જમાદાર ટીનુભા જાડેજા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તસ્કરો કોઈપણ પ્રકારના વાહન મારફતે માલસામાન કાઢીને લઈ ગયા હોવાનું અનુમાન કરાયું છે, અને તે વાહનની પણ શોધખોળ ચલાવાઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application