જાયન્ટસ રોયલ સહેલી દ્વારા સ્લમ એરીયામાં બાળકોને ચપ્પલ વિતરણ
જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલીની સ્થાપના હજુ થોડા સમય પહેલા જ થયેલી છે પરંતુ તેમના સેવાકીય કાર્યો જરા હટકે હોય છે તાજેતરમાં જામનગર શહેરના સ્લમ વિસ્તારના બાળકોને કાળઝાળ ગરમીમાં ચાલવામાં રાહત આપી શકે તે શુભ હેતુસર ચપ્પલનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ૧૫૦થી વધુ બાળકોને ચપ્પલની ગીફટ આપી ખુશ કર્યા હતા.
સાથો સાથ તમામ બાળકોને શીખંડ અને છોલેપુરી, ઠંડી છાસનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો આ સેવાકીય પ્રોજેકટમાં પ્રમુખ બીનાબેન મોડ, ઉપપ્રમુખ ઉષાબેન ગાંધી, હર્ષાબેન રાયઠઠ્ઠા, અલ્કાબેન નંદા, બેલાબેલ ચૌહાણ, નિયતીબેન મહેતા સહિતના ઉપસ્થીત રહયા હતા આ સેવાકીય કાર્યમાં વિશેષ અતિથી તરીકે ફેડરેશન ઓફીસર વિજય રાયઠઠ્ઠા ઉપસ્થીત રહી જાયન્ટસ રોયલ સહેલીની ટીમના કાર્યને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી.