ગલ્ફવોરથી ગામડાયુગ, જામનગરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં લાકડા-કોલસા પર ભોજન

  • March 27, 2026 11:58 AM 

યે કહાં આ ગયે હમ... ગલ્ફવોરથી ગામડાયુગ, જામનગરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં લાકડા-કોલસા પર ભોજન

ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધના કારણે ગેસની આયાતને જબ્બર ફટકો પડયો છે. આથી જામનગર સહીત દેશભરમાં ગેસ વિતરણ વ્યવસ્થાને ખૂબજ માઠી અસર થઇ છે. ખાસ કરીને છેલ્લાં ૨૨ દીવસથી કોર્મશીયલ ગેસની સપ્લાય બંધ હોય ગેસના બાટલા પર ચાલતી હોટલ-રેસ્ટોરન્ટધારકોની હાલત કફોડી બની છે. કોર્મશીયલ ગેસ સપ્લાય ઠપ્પ થતાં જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલી મદ્રાસ હોટલ અને પ્રસાદમ રેસ્ટોરન્ટમાં લાકડાથી ભોજન બનાવવાનું શરૂ કરાયું છે. જયારે ટેસ્ટ એન્ડ ટેલ રેસ્ટોરન્ટ દ્રારા મોટી સગડીઓ મંગવામાં આવી છે. જામનગરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકો લાકડા તથા બળતણના અન્ય સાધનો દ્રારા ભોજન બનાવવા મજબૂર બન્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application