પ્રવાસન વિભાગની ૨૦૦૦ કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ માટે અરજી
ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે ૧૯૬૦થી ગુજરાતમા દારૂબંધી છે. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા. જો કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની પરમિશન આપવામાં આવી છે.
ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે પણ સમાન દરખાસ્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીની જેમ આ ટુરિસ્ટ જગ્યાએ દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે. હાલમાં ટુરિઝમ વિભાગ તરફથી દારૂ મામલે છુટછાટ માટે સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૯૬૦ કિલોમીટરના દરિયાકિનારાનો ઉપયોગ કરી બીચ ટુરિઝમ વિકસાવવા પ્રયાસ
રાજ્યના પ્રવાસન વિભાગે ૨૦૧૭ અને ૨૦૧૯માં બે વખત બીચ ટુરિઝમના પ્રયાસ કરી જોયા હતા પરંતુ જે તે સમયે ડેવલપર્સ કે મૂડીરોકાણ કરી શકે તેવી કંપનીઓ નહીં મળતાં આ પ્રોજેક્ટનું બાળમરણ થયું હતું પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ ૨૦૦૦ કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઇને આવ્યું છે. આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા ૧૯૬૦ કિલોમીટરના દરિયાકિનારાનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઇ શકે છે.
જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે તેથી અમે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માગી છે. જે પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તેમાં દ્વારકા પાસેના બેટ દ્વારકા, પોરબંદરના માધવપુર, કચ્છના માંડવી, દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તીથલનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationડેટ પર જતા પહેલા આ 3 મહત્વની બાબતોનું ધ્યાન રાખો, પાર્ટનર થઈ જશે ઈમ્પ્રેસ
December 26, 2024 04:28 PMઆ દેશ મુસ્લિમોનો નથી હિંદુઓને તેમનું અસ્તિત્વ ભૂંસી નાખીને જીવવા ન દેવાય: જગદગુરુ રામભદ્રાચાર્ય
December 26, 2024 04:15 PMજો અવકાશયાત્રીઓ સ્પેસમાં બીમાર પડે તો ત્યાં તેમની સારવાર કેવી રીતે થાય છે?
December 26, 2024 04:09 PMરાજકોટ બસ પોર્ટની યુરિનલમાં જવાના રૂા.૧૦ પડાવતા કોન્ટ્રાકટરને નોટિસ,૧૦ હજાર પેનલ્ટી
December 26, 2024 03:56 PMરાજકોટમાં યોજાનારા ખેલ મહાકુંભના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાય તેવી વકી
December 26, 2024 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech