જામનગર તા.૧૬ ફેબ્રુઆરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વહીવટી કામગીરીમાં પણ પોતાની સૂઝબૂઝથી શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યા છે. ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં BLO તથા અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે એડવાન્સ ટેક્નિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરનાર મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાની સરાહનીય કામગીરીને તંત્ર દ્વારા બિરદાવવામાં આવી છે.
શાળા નંબર ૪૫ માં ફરજ બજાવતા શ્રી પરેશભાઈએ પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરી જટિલ કામગીરીને અત્યંત સરળ અને વેગવંતી બનાવી હતી. તેમની આ નિષ્ઠા અને નવતર અભિગમ બદલ જામનગરના આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી અદિતિ વાર્ષને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકલાણી તેમજ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલના હસ્તે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં જ્યારે ટેકનોલોજીનો આવો સકારાત્મક સમન્વય થાય છે, ત્યારે સમયની બચત સાથે પરિણામ પણ સચોટ મળે છે. પરેશભાઈની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત અને સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
