રાજુલામાં માવતરના ઘરે રહેતી અને સાવરકુંડલાના ચીખલી ગામે સાસરું ધરાવતી ઉર્વીશાબેન મિલનભાઈ કોટડીયા (ઉ.વ.32)ની પરિણીતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ મીલન રમેશભાઇ કોટડીયા, સસરા રમેશભાઇ કોટડીયા, સાસુ જસુબેન, દિયર વીજયભાઇ (રહે હાલ સુરત લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ) નંણદ ભુમીબેન (રહે.અમોદરા તા.ઉના)ના નામ આપ્યા છે.
તારા પિતા બાપ પાસેથી 10 લાખ લેતી આવ એમ કહી પૈસાની માગણી કરતા
ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2023માં મૂળ ચીખલી અને હાલ સુરત રહેતા અને ડાયમંડની ઓફિસમાં નોકરી કરતા મિલન રમેશભાઈ કોટડીયા સાથે થયા છે. લગ્ન દરમિયાન ચીખલી બધા સાથે રહેતા હતા ત્યારે મારો કરિયાવર જોઈ નણંદએ કહેવા લાગ્યા હતા કે, તારા બાપુજીએ મોટી મોટી વાતો કરી પણ કરિયાવરમાં કાંઈ કિંમતી ચીજવસ્તુઓ આપી નથી. ત્યાં ઘરની બાજુમાં ચેતના નામની છોકરી રહેતી મારા પતિ તેની સાથે હસી મજાક કરતા હોય તેના ઘરે જતા હોય આ બાબતે હું તેને કહેતી તો મારકૂટ કરતા. અને નણંદ પતિ અને ચેતનાના સંબધોનો વાતો કરી મને દુઃખ ત્રાસ આપતાહતા. સુરત રહેવા ગયા ત્યારે મારા સાસુ સસરા અને દિયર નાની નાની બાબતોમાં માથકૂટ કરી દુઃખ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. અમે રહેતા હતા તે મકાન ખાલી કરવાનું હતું તો મેં પૂછ્યું ઘરનું મકાન છે તો ખાલી કેમ કરવાનું ત્યારે પતિ કહ્યું મકાન ભાડે છે તારે ઘરનું જોઈતું હોય તો તારા પિતા બાપ પાસેથી 10 લાખ લેતી આવ એમ કહી પૈસાની માગણી કરતા હતા.
મારા પિતાએ કટકે કટકે 550000 રૂપિયા આપ્યા હતા
આમ દુઃખ ત્રાસ આપતા હોવાથી હું રાજુલા મારા પિતાના ઘરે આવતી તો મારા પિતાએ કટકે કટકે 550000 રૂપિયા આપ્યા હતા અને મને સમજાવી પાછા મોકલતા હતા. અને હજુ વધુ પૈસા માટે સાસરિયા દબાણ કરતા હતા. નણંદના લગ્ન થઇ ગયા બાદ ફોન કરી પતિને ચડામણી કરતા હોવાથી પતિ મને મારકૂટ કરતા હતા. આ દરમિયાન મને મિસ ડિલિવરી પણે થઇ હતી. મારા સાસુ લાઈટ બિલ બહુ આવે છે તેમ કહેતા મેં કહ્યું હતું કે, આપણા બધાના કપડાં ધોવાય છે એમાં મારો શું વાંક તો સાસુ કેહવા લાગ્યા હતા કે તારી જીભડી અમારી સામે બહુ ચાલે છે. કહી સાવરણીથી મારમાર્યો હતો. મારા સસરાએ ફોન કરી પતિને કહ્યું હતું કે તું આવ અને આને સીધી કર નહીંતર મારે મારવી પડશે. આથી મારા પતિએ સાસુ સસરા બધાએ ભેગા થઇ મારમાર્યો હતો અને મારી પહેરેલી સોનાની બુટી કાઢી લીધી હતી. અને મને પહેરેલા કપડે બહાર કાઢી મૂકી હતી. મેં કહ્યું હતું કે, હું રાત્રે ક્યાં જાવ મારી પાસે ટિકિટનાએ પૈસા નથી એમ છતાં પતિ, સાસુ, સસરા, જેઠએ ઘરમાં આવવા દીધી નહતી. અને પતિએ ટ્રેનમાં બેસાડી દેતા હું મારા પિયર રાજુલા આવી ગઈ હતી. અને મારા કરિયાવરની વસ્તુઓ અને પિતાએ આપેલા પૈસા બધું ઓળવી ગયા છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તમામ સામે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech