વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું

  • October 14, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું

કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિ મુજબ દર્દીઓની તપાસ કરી સારવાર અપાઈ

જામનગર તા.14 ઓક્ટોબર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જામનગરના વડપણ હેઠળ કાલાવડ તાલુકાના નાનાવડાળા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્યા દર્શનાબા જાડેજા દ્વારા ખડધોરાજી તા.કાલાવડ ખાતે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીઓની તપાસ તેમજ નિદાન કરી આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર આપવામા આવી હતી.આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પોષણ તેમજ યોગ્ય દિનચર્યા તથા ઋતૂચર્યા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી સાથે સાથે કુપોષણ નિવારણ અંગેના પરેજીપત્રકની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ ઉપરાંત કેમ્પમાં ઉકાળા તેમજ સંશમની વટીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application