જામનગર શહેરમાં અવારનવાર મોટા ગણાતા રેસ્ટોરન્ટ અને હોટલમાં ગ્રાહકોને કેવો ખોરાક મળે છે તે અંગે અનેક ભોપાળા બહાર આવ્યા છે, પટેલકોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટમાં એક મહીલા અને તેના કુટુંબીજનોએ ઢોસા મંગાવ્યા બાદ તેમાંથી જીવાત નિકળતા આ અંગે રેસ્ટોરન્ટના સંચાલકોને ફરિયાદ કર્યા બાદ ફુડ શાખાના અધિકારીઓને ફોટોગ્રાફ મોકલીને ફરિયાદ કરતા સંકલ્પ રેસ્ટોરન્ટને બે દિવસ માટે સીલ કરવા ફુડ શાખાના અધિકારીઓએ કડક સુચના આપી હતી તેમજ કર્મચારીઓના મેડીકલ, રસોડાની સ્વચ્છતા સુધારવા અને ગ્લેઝ ટાઇલ્સ લગાડવા આદેશ કર્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ પટેલકોલોનીમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે આવેલી મહીલા ધારાબેન જેઠવાએ ઢોસો ખાતી વખતે જીવાત નિકળતા તેણીએ ફોટોગ્રાફસ લીધા હતાં અને જેના આધારે ફુડ શાખાને ફરિયાદ કરી હતી.
ત્યારબાદ ફુડ શાખાના નિલેશ જાશોલીયા અને દશરથ પરમારે ચેકીંગની કાર્યવાહી કરતા ગંભીર ક્ષતિ જણાઇ ન હતી, પરંતુ રસોડામાં સ્વચ્છતા સુધારવા (હાઇજેનીક ક્ધડીશન) રાખવા સુચના આપી હતી, જયાં સુધી ટાઇલ્સનું કામ પુરૂ ન થાય ત્યાં સુધી આ રેસ્ટોરન્ટમાં વેપાર કે વેંચાણ બંધ રાખવા આદેશ કર્યો હતો. આમ જામનગર શહેરમાં ફરીથી એક જાણીતું થયેલું રેસ્ટોરન્ટમાં જીવાત નિકળ્યા બાદ બે દિવસ સીલ કરી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application