તા.01.01.2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)

  • January 23, 2026 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.01.01.2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)


આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 6.54 લાખ નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6એ મળ્યા


તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે


ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. 

હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા છે. જ્યારે સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5,04,835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે. 
ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.   
​​​​​​​“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application