સ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦
જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ
જામનગર તા.૨૮ જાન્યુઆરી, ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની તમામ વયજૂથ માટેની અંધજન કેટેગરીની ચેસ સ્પર્ધા અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર ગ્રામ્ય અને નેશનલ એશોસીએશન ફોર ધી બ્લાઇન્ડ - જામનગર શાખા દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સ્પર્ધામાં કુલ ૩૫ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં દિવ્યાંગ ખેલાડીઓ સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાએ અંધજન કેટેગરીની સ્પર્ધામાં ભાગ લેશે અને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ટીમને ઇનામ રૂપી રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech