મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને જામનગરવાસીઓને સંબોધિત કરશે અને વિકાસકાર્યોની ભેટ આપશે

  • March 19, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજરોજ જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમોના આયોજનમાં અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે. 

ખરાબ હવામાનને પરિણામે મુખ્યમંત્રીનું વિમાન ગાંધીનગરથી ટેક-ઓફ કરી શકે તેમ ન હોવાથી અને જામનગર ખાતે સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન જણાતા મુખ્યમંત્રી પ્રત્યક્ષ રીતે જામનગર ખાતે ઉપસ્થિત રહી શકશે નહીં. જોકે, જામનગરના વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રી ગાંધીનગરથી જ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. હાપા એપીએમસી તથા ટાઉનહોલના બંને કાર્યક્રમો નિયત સમય મુજબ જ યોજાશે.

મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને જામનગરવાસીઓને સંબોધિત કરશે અને વિકાસકાર્યોની ભેટ આપશે. વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની અન્ય વ્યવસ્થાઓ પૂર્વવત્ રાખવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application